About Purvi

The art of Portrait is very old, going back at least to ancient Egypt. Before the invention of photography, a painted, sculpted, or drawn portrait was the only way to record the appearance of someone. But more than just the appearance, they also showed power, importance, virtue, beauty, wealth, taste, learning, and other such qualities. Do you recall the imperial portraits of the Kings and the Queens, hung in the alleys and walls of museums and palaces, that instantly reminds us of their stories of glorious reigns and battles, the hardships and the triumphs, the royal responsibilities, and love for their people? One look at these portraits and we can see the history unfold.

Like any art form, Portraits have evolved from the simplest forms to the most vivid and definite depictions using complex 3D painting and Hyper-Realistic painting techniques. 3D portraits and Hyper-Realistic portraits go beyond textures & colors, to reflect the depth and emotions we humans hold under our skin. More than a person's physical likeness, they capture far more character, narrative, and emotion, held in every wrinkle and micro-expression. They compose a reality, as opposed to simply mimicking the exact look and feel of a photograph. It takes the utmost precision and technical skill to artistically replicate emotions, movements, and fluidity within the piece. These portraits are astonishingly lifelike, where every wisp of hair and fiber of clothing is rendered to perfection.

Purvi Talati is a distinguished artist adept in various forms of paintings, specializing in portraits using 3D painting and Hyper-Realistic painting techniques. She envisions each portrait like the cover page of the mysterious book each individual is, silently storytelling their journey. Every stroke of her brush is a step closer to the truer image of the person in the portrait. She fills each composition with the essence of experiences, emotions, and the life lived. Every portrait is a unique and distinct portrayal of the human expression and with her artistic virtuosity, she paints these portraits not like how they look, but how they feel.
પોર્ટ્રેટની (કોઈનું આબેહૂબ ચિત્ર બનાવવાની) કળા ખૂબ જ પૌરાણિક છે, જેના મૂળ પ્રાચીન ઈજિપ્તમાં રહેલા છે. ફોટોગ્રાફીની શોધ થઈ એ પહેલાં, કોઈના દેખાવની આબેહૂબ છબી બનાવવા માટે ચિત્ર દોરવું, શિલ્પથી બનાવવું અથવા પોર્ટ્રેટ જ એકમાત્ર રસ્તો હતો. પરંતુ તે માત્ર દેખાવ કરતાં વધુ, તેમની શક્તિ, મહત્વ, ગુણ, સુંદરતા, સંપત્તિ, પસંદ, આવડત અને એવા કઇંક અન્ય ગુણો પણ દર્શાવતા. શું તમને રાજાઓ અને રાણીઓના શાહી ચિત્રો યાદ છે, જે સંગ્રહાલયો અને મહેલોની દિવાલો પર ટિંગાડવામાં આવેલા હોય છે, જે તેમના ગૌરવપૂર્ણ શાસન અને લડાઇઓ, મુશ્કેલીઓ અને વિજય, શાહી જવાબદારીઓ અને તેમની પ્રજા માટેના તેમના પ્રેમની વાર્તાઓની ઝાંખી કરાવે છે? બસ આ તસવીરો પર એક નજર અને જાણે આપણે ઇતિહાસને જીવંત જોઈ શકીએ છીએ.

અન્ય કોઈપણ કળાની જેમ, પોર્ટ્રેટ પણ પોતાના અત્યંત સરળ સ્વરૂપમાંથી આજે અત્યંત વાસ્તવિક લાગતાં જટિલ 3D પેઇન્ટિંગ અને હાયપર-રિયાલિસ્ટિક પેઇન્ટિંગ સુધી વિકસિત થયા છે. 3D પોર્ટ્રેટ અને હાયપર-રિયાલિસ્ટિક પોર્ટ્રેટ્સ દેખાવ અને રંગોથી આગળ વધીને જે માનવીના ચહેરાની પાછળ છુપાયેલ ભાવનાઓ અને તેના ઊંડાણને પ્રતિબિંબિત કરે છે. તે વ્યક્તિના માત્ર શારીરિક દેખાવને નહીં પણ તેના ચહેરા પર પડેલા દરેક સળ અને સૂક્ષ્મ-અભિવ્યક્તિ દ્વારા તેના ભાવનાત્મક અને વર્ણનાત્મક વ્યક્તિત્વને ચિત્રમાં અભિવ્યક્ત કરે છે. તેઓ ફોટોગ્રાફની માફક માત્ર ચોક્કસ દેખાવ અને અનુભૂતિ નથી આપતા પણ એનાથી અલગ એવી વાસ્તવિકતા નિરૂપે છે. તે ભાવનાઓ, મુદ્રાઓ અને ચિત્રમાં વહી રહેલ વાસ્તવિકતાને કલાત્મકરૂપે રજૂ કરવા માટે ખૂબ જ ચોકસાઇ રાખે છે અને તકનીકી કુશળતાનો સહારો લે છે.

આ ચિત્રો આશ્ચર્યજનક રીતે એટલાં જીવંત લાગે છે કે જેમાં વ્યક્તિનો એક-એક વાળ કે કપડાંના રેસા જેવી વિગતો પણ અત્યંત બારીકાઈથી અને આબેહૂબ રીતે પ્રતિબિંબિત થાય છે.

પૂર્વી તલાટી વિવિધ પ્રકારના પેઇન્ટિંગ્સમાં પારંગત કલાકાર છે. 3D પેઇન્ટિંગ અને હાયપર-રિયાલિસ્ટિક પેઇન્ટિંગ તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા પોર્ટ્રેટ બનાવવામાં તેઓ કુશળ છે. તેઓ માટે તેઓનું પ્રત્યેક પોર્ટ્રેટ એ જાણે મનુષ્યરૂપી રહસ્યમય પુસ્તકનું મુખપૃષ્ઠ છે જે શબ્દો વગર જ તેમની જીવનયાત્રાની વાર્તા કહી ઊઠે!

જેમ જેમ તેઓ પોર્ટ્રેટ બનાવતાં જાય છે તેમ તેમ તેઓ તે પોર્ટ્રેટમાં રહેલ વ્યક્તિના સાચા સ્વરૂપની વધુને વધુ નજીક જતાં જાય છે. તેઓ પોતાની દરેક રચનાઓને અનુભવો, ભાવનાઓ અને જીવનના હાર્દથી ભરી દે છે. દરેક પોર્ટ્રેટ એ માનવ અભિવ્યક્તિનું એક વિશિષ્ટ અને અનોખું ચિત્રણ છે અને તેમના કલાત્મક દ્રષ્ટિકોણથી, તેઓ આ ચિત્રોને દેખાય છે એવા નહીં પણ અનુભવાય એવા દોરે છે.

Media Coverage

  • The Times of India, Ahmedabad
    Thursday, January 29, 2015
  • DNA, Ahmedabad
    Thursday, January 29, 2015
  • City Bhaskar, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Jansatta, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Rajasthan Patrika, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Prabhat, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Gujarat Vaibhav, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Alp Viram, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Lok Mitra, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Ahmedabad Mirror, Ahmedabad
    Friday, January 30, 2015
  • Navgujarat Samay, Ahmedabad
    Friday, January 30, 2015
  • Sandesh, Ahmedabad
    Friday, January 30, 2015
  • Surya Kaal, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Manav Mitra, Ahmedabad
    Thursday, January 29, 2015
  • Karnavati Express, Ahmedabad
    Saturday, January 31, 2015

Contact